Surat news: પર્વત પાટિયા વિસ્તારમાં પાલતુ શ્વાને માસૂમ પર કર્યો હુમલો, પીડિત પરિવારને શ્વાન માલિકે આપી ધમકીઓ
રાજ્યમાં વધુ સુરતના પર્વત પાટિયા વિસ્તારની ઘટના સામે આવી છે. જેમાં રુદમણિ સોસાયટીમ

રાજ્યમાં વધુ સુરતના પર્વત પાટિયા વિસ્તારની ઘટના સામે આવી છે. જેમાં રુદમણિ સોસાયટીમાં 7 વર્ષના બાળક પર પાલતુ શ્વાને હુમલો કર્યો હતો. જર્મન શેફર્ડની જાતિના શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે બાળકેન ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે કાધસ કરલાનાં આવ્યો હતો.
બાળકના પરિવારે દાખલ કરી ફરિયાદ
બાળકના પરિવારે પુણા પોલીસ સ્ટેશન, પાલિકા કમિશ્નર અને પાલિકાના આરોગ્ય અધિકારીને અરજી કરી હતી. તો બીજી તરફ પાલતુ શ્વાનના માલિકો આ પરિવારને ધાક-ધમકી આપી હતી. તમે મારું કંઈ પણ ઉખેડી નહિ શકો, હું કોર્ટમાં તમને બધાને જોઈ લઈશ કહીને ધમકી આપ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.



