મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ સુરતના VR મોલને મળ્યો હતો ફિનલેન્ડથી, VPNનો ઉપયોગ થયાની આશંકા 

સુરતના ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલની તપાસ હાથ ધરવામાં આ

બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ સુરતના VR મોલને મળ્યો હતો ફિનલેન્ડથી, VPNનો ઉપયોગ થયાની આશંકા 

સુરતના ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બોમ્બના ધમકીભર્યા મેઈલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે. જેની તપાસમાં એવી આશંકા પણ સેવવામાં આવી રહી છે કે, આ મેઈલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે. વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોઈ શકે છે. 

ગુપ્તરાહે તપાસ શરૂ

સાયબર ક્રાઈમની ટીમ ગુપ્તરાહે તપાસ કરવા રવાના થઈ છે. આ બાબતે અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો નથી. ટૂંકમાં કોઈ ટીખળખોરે ડરાવવા માટે આવા મેઈલ VPN વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી કર્યા છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેઇલ દેશની અલગ અલગ 52 જગ્યાઓ પર કરાયો હતો. હાલમાં સાયબર ક્રાઈમે વીઆર મોલને મળેલા ઈમેલ આધારે તેના આઈપી એડ્રેસ, સર્વર, ઈમેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

મેઈલમાં અપાઈ હતી ધમકી

મેઈલમાં વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ મેઈલમાં લખાયું હતુ કે, જેટલા લોકોને બચાવી શકાતા હોય તેટલાને બચાવી લેજો.જો કે, આ મેઈલ મળ્યાના 12 કલાક કરતાં વધુ સમય બાદ મેનેજરના ધ્યાનમાં આવ્યું હતું. જેથી મોડી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો