સુરત/ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદે ગેસ રી-ફિલિંગ કરનાર બે દુકાનદાર ઝડપાયા
સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. જેથી તેમની પાસે ગેસની બોટલ ન હોય તેવા લોકોન

સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. જેથી તેમની પાસે ગેસની બોટલ ન હોય તેવા લોકોને ગેરકાયદે નાની બોટલમાં ગેરકાયદે ગેસ રી-ફિલિંગ કરવામાં આવતાં હોય છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ગેસ સર્વિસની આડમાં ચાલતાં ગેરકાયદે ગેસ રી-ફિલિંગની દુકાન પર રેડ કરવામાં આવી હતી. જેમાં 30 હજારથી વધુની મત્તાના મુદ્દામાલ સાથે બે દુકાનદારને ઝડપી લેવામાં આવ્યાં છે.
ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપી લેવાયું
કાપોદ્રામાં ગેરકાયદે ગેસ રી- ફિલિંગ કરવામાં આવતું હતું. ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રી-ફિલિંગ કરાતું હતું. દીનદયાળનગર વસાહતમાં ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદે ગેસ રી-ફિલિંગ ચાલતું હતું. જેથી ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પણ પોલીસે છાપો માર્યો હતો. દુકાનમાંથી ગેરકાયદે ગેસ રી-ફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
અલગ અલગ કંપનીના ગેસ રી-ફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રી-ફિલિંગ મશીન સહિત 30 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાંથી પ્રકાશ ખટિક અને ભેરુલાલ ખટિકની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








