મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ ચેટ એપથી મિત્રતા કેળવી સમલૈગિંક યુવાનને સંબંધ બાધવા બોલાવ્યો, પછી આ રીતે માગ્યા 2.50 લાખ

સુરતના વરાછાના સમલૈગિંક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ અમરોલી

સુરત/ ચેટ એપથી મિત્રતા કેળવી સમલૈગિંક યુવાનને સંબંધ બાધવા બોલાવ્યો, પછી આ રીતે માગ્યા 2.50 લાખ

સુરતના વરાછાના સમલૈગિંક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવવામાં આવ્યો હતો. અહિં વિડીયો ઉતારી ધમકી આપવામાં આવી હતી. બાદમાં ટોળકીએ યુવક પાસેથી બદનામ કરવાની ચીમકી આપીને 2.50 લાખ પડાવવાની કોશિશ કરી હતી.

મળવા બોલાવી કારસો રચ્યો

વરાછાનો 36 વર્ષિય સમલૈગિંક જિતેશ (નામ બદલ્યું છે) આંગડિયામાં નોકરી કરે છે. જિતેશને પરિવારમાં પત્ની અને 2 માસનું સંતાન છે. 4 એપ્રિલે બ્લૂડ લાઇવ એન્ડ ડેટીંગ એપથી જિતેશને અજાણ્યા સાથે મિત્રતા થઇ હતી.અજાણ્યાએ પોતે અમરોલીનો હોવાનું અને કોલેજમાં ભણતો હોવાની ઓળખ આપી હતી. સાથે જ સમલૈંગિક હોવાનું જણાવી જિતેશને મળવા બોલાવ્યો હતો.

કિશોર સહિત ચાર ઝડપાયા

36 વર્ષીય યુવકનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા માગવામાં આવ્યા હતા. આથી યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને અમરોલી પોલીસે આરોપી સુરેશ સખીયા, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો