પોલીસ કમિશનર વિહોણા સુરતમાં ગુનાખોરી વધી, લિંબાયતમાં રૂપિયાની લેતી-દેતીમાં યુવક પર હુમલો
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પણ સુરત શહેર પોલીસ કમિશનર વિહોણું છે. રોજે રોજ હત્યા સહિતના ગુન

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પણ સુરત શહેર પોલીસ કમિશનર વિહોણું છે. રોજે રોજ હત્યા સહિતના ગુનાખોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં રૂપિયાની લેતી-દેતીમાં યુવક પર જીવલેણ હુમલો થયો હતો. તિક્ષ્ણ હથિયારોથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઈજાગ્રસ્ત દારૂ વેચતો
લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે રવી નામના શખ્સ પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો થયો હતો. પાન સેન્ટર પાસે સમગ્ર બનાવ બન્યો હતો. રૂપિયાની લેતી દેતીમાં હુમલો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રવી દારૂ વેચવાની સાથે સાથે રિક્ષા ચલાવતો હોવાનું તેની માતાએ કહ્યું છે.
માતાએ ન્યાયની કરી માગ
ઈજાગ્રસ્ત રવીની માતાએ કહ્યું કે, મારા દીકરાને તેના મિત્રો સાથે લઈ જવાયો હતો. બાદમાં મને જાણ થઈ હતી કે, મારા દીકરા પર હુમલો થયો છે. જેથી અમે તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. મારા પતિના મોત બાદ મારો એકમાત્ર સહારો મારો દીકરો જ છે. મારી એક જ માગ છે કે, મારા દીકરા પર હુમલો કરનારને સજા આપી અમને ન્યાય આપવામાં આવે.








