અમિત શાહે કરેલી 25માંથી 25 બહુમતીથી જીતવાની ટિપ્પણી 'ટોક ઓફ ધી ટાઉન' બની, શું કુંભાણી સાથે છે કનેક્શન?
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનો માહોલ ભાજપ તરફી છે. તેમ છતાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. ભાજપના ગઢ મનાતા

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનો માહોલ ભાજપ તરફી છે. તેમ છતાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. ભાજપના ગઢ મનાતા સુરતમાં કોંગ્રેસના ઉમેદવાદરનું ફોર્મ રદ્દ થવાનું અગાઉથી જ નક્કી હતું. તેમ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યાં છે. ત્યારે થોડા દિવસ અગાઉ લોકસભાનું ફોર્મ ભરતાં અમિત શાહે કહેલું કે, ગુજરાતની 25માંથી 25 બેઠકો પર ભાજપ બહુમતિથી જીતશે. શું અગાઉથી જ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાનું છે તે જાણ અમિત શાહને હતી કે કેમ તે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.
શાહની ટીપ્પણી બની હોટ ટોપિક
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાં બાદ હવે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે 9 અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવાર રહે છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે આ ઉમેદવારો ફોર્મ ખેંચી લે તો બિનહરીફ જાહેર થાય અને સુરત બેઠક પર ચુંટણી ન થાય તેવી અટકળો ચાલી રહી છે. આવી અટકળો સાથે સાથે બે દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની 25 બેઠકો બહુમતીથી જીતીશું તેવી એક ટિપ્પણી કરી હતી તે સુરતના રાજકારણમાં હોટ ટોપિક બની ગઈ છે.
સુરતના લોચાની શાહને હતી જાણ ?
બે દિવસ પહેલાં ગુજરાતમાં ઉમેદવારી પત્રક ભરવા માટે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેઓએ ગુજરાતની 25માંથી 25 બેઠક વધુ બહુમતીથી જીતીશું તેવો દાવો કર્યો હતો. જોકે, ગુજરાતની 26 બેઠક છે અને અમિત શાહ 25 બેઠક માટે બોલ્યા હતા. ત્યારે કઈ એક બેઠક તેઓ ભૂલી ગયાં કે, એક બેઠક ભાજપ હારશે. તેવી ટીપ્પણીઓનો મારો સોશિયલ મિડિયામાં શરૂ થઈ ગયો હતો. જોકે, આજે સુરતમાં રાજકીય ડ્રામા થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાં હતાં. ત્યારબાદ હવે અન્ય પક્ષો કે અપક્ષ ઉમેદવારી પાછી ખેંચે તો સુરત બેઠક પર ચૂંટણી નહી થાય તેવી અટકળો તેજ બની ગઈ છે. તેથી સુરતના રાજકારણમાં એવી ચર્ચા થઈ રહી છે કે, ગૃહ મંત્રી ભૂલથી 25 બેઠક પર વધુ બહુમતીથી જીતીશું તેવો દાવો કર્યો હતો. તે ભુલથી નહી પરંતુ પહેલેથી સુરતમાં ચૂંટણી ન થાય તેવું લાગતા તેઓએ ટિપ્પણી કરી હોવાની ચર્ચા જોરશોરમાં થઈ રહી છે.








