મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ BRTS રૂટમાં દોડતા ખાનગી વાહનોનું દૂષણ યથાવત, સિટી બસે મારી કારને ટક્કર

સુરત પાલિકાના બીઆરટીએસ રુટ પર અકસ્માત માટે બસ ડ્રાઈવરનું રફ ડ્રાઈવિંગ તો જવાબદાર છે. પરંતુ તેની સાથે સ

સુરત/ BRTS રૂટમાં દોડતા ખાનગી વાહનોનું દૂષણ યથાવત, સિટી બસે મારી કારને ટક્કર

સુરત પાલિકાના બીઆરટીએસ રુટ પર અકસ્માત માટે બસ ડ્રાઈવરનું રફ ડ્રાઈવિંગ તો જવાબદાર છે. પરંતુ તેની સાથે સાથે બીઆરટીએસ રૂટમાં બેફામ વાહનો દોડાવી રહેલા વાહન ચાલકો પણ જવાબદાર છે. પાલિકાએ બીઆરટીએસ રુટમાં સ્વીંગ ગેટ ફરીથી શરૂ કર્યા હોવા છતાં ખાનગી વાહનો બેરોકટોક બીઆરટીએસ રૂટમાં દોડી રહ્યાં છે. આજે ફરી એક વાર પાલિકાના બીઆરટીએસ રૂટમાં વધુ એક વાર કાર ચાલક ઘુસી ગયો હતો. જેના કારણે પાંડેસરા ચીકુવાડી બીઆરટીએસ રૂટમાં ઘૂસેલી કારને બસે ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

કાર્યવાહીની કવાયત

પાલિકાએ બીઆરટીએસ રુટમાં વાહન ચલાવતા ચાલક સામે કાર્યવાહીની કવાયત શરુ કરી છે. સુરત પાલિકાના બીઆરટીએસ રુટ એવા ઉધના દરવાજા-ઉન બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દૂષણ છે. જેના કારણે સૌથી વધુ અકસ્માત થઈ રહ્યા છે. આજે વધુ એક કાર ચાલક બીઆરટીએસ રૂટમાં વાહન દોડાવતો જોવા મળ્યો હતો.

દૂષણ ડામવા માગ

પાંડેસરા ચીકુવાડી વિસ્તારના બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક વાહન દોડાવતો હતો. ત્યારે પાછળથી આવતી એક સિટી બસે કારને ટક્કર મારી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ અકસ્માત બાદ ફરી એક વાર પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી દોડતા હોવાના દૂષણને ડામવા માટેની માગણી થઈ રહી છે.

આ સમાચાર શેર કરો