મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ 15 દિવસથી કિશોરીનો પીછો કરનાર યુવક કામના સ્થળે પણ પહોંચી ગયો, છેડતીનો ગુનો નોધાયો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરી પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરે છે. છેલ્લા

સુરત/ 15 દિવસથી કિશોરીનો પીછો કરનાર યુવક કામના સ્થળે પણ પહોંચી ગયો, છેડતીનો ગુનો નોધાયો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરી પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરે છે. છેલ્લા 15 દિવસથી કાપોદ્રા વિસ્તારમાં જ રહેતો એક યુવક કિશોરીનો પીછો કર્યો હતો. બાદમાં તેને હેરાન પરેશાન કરતો હતો. જેથી કિશોરીએ તેનો પીછો કરવાની ના પાડી હતી. છતાં પણ યુવકે તેનો પીછો કરી તે કામ કરતી હતી. તે જગ્યા પર પહોંચી જઈ તેને હેરાન કરી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીના પરિવારજનોએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

દરરોજ પીછો કરતો હતો

બનાવની વિગત એવી છે કે કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતી પોતાના પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરતી હતી. આ દરમિયાન છેલ્લા 15 દિવસથી કાપોદ્રા લક્ષ્મણ નગર સોસાયટી શેરી નંબર 9માં રહેતો વિશાલ પ્રજાપતિ નામનો યુવક કિશોરીનો પીછો કરતો હતો. કિશોરીએ તેને પીછો કરવાની ના પાડી હોવા છતાં પણ વિશાલ પ્રજાપતિ દરરોજ તેનો પીછો કરી કિશોરી કામ કરતી હતી તે જગ્યા પર પહોંચી ગયો હતો. 

યુવકથી કિશોરી કંટાળી ગઈ

યુવક દ્વારા છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન કરતા આખરે કિશોરી કંટાળી ગઈ હતી. આથી ઘરે આવી પરિવારજનોને સઘળી હકીકત જણાવી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીના માતા પિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે વિશાલ પ્રજાપતિ સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો