સુરત/ લક્ઝુરિયસ બંગલોમાં A/Cમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ધુમાડાથી બચવા ફાયરના જવાનોએ પહેર્યા ઓક્સિજન માસ્ક
ઉનાળાની શરૂઆત થતાં જ કંપનીઓમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ઘરમાં

ઉનાળાની શરૂઆત થતાં જ કંપનીઓમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ઘરમાં પણ આગ લાગવાનું વધી રહ્યું છે. એવામાં પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ બંગલામાં આગ લાગી ગઈ હતી. આગનો ધુમાડો એટલો પ્રચંડ ફેલાયો હતો કે, ફાયરબ્રિગેડે ઓક્સિજન માસ્ક પહેરીને આગ પર કાબુ મેળવ્યો હતો.
પાંચ ફાયરબ્રિગેડની ગાડીઓ દોડી આવી
પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા શેઠી'ઝ બંગલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. ધીમે ધીમે લાગેલી આગ એટલી પ્રચંડ બની કે સામાનની સાથે ફર્નિચર સળગી જતાં ધુમાડો ભારે ફેલાયો હતો. ધુમાડાના કારણે આગ પર કાબુ મેળવવા આવેલા ફાયરબ્રિગેડના જવાનોને ભારે મુશ્કેલી પડી હતી. જેથી ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર જવાની ફરજ પડી હતી. પાંચ જેટલા ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતાં.
એસી રૂમમાં લાગી આગ
ફાયર ઓફિસર કહ્યું કે, પાર્લે પોઈન્ટના શક્તિનગર બંગલામાં આગ લાગી હતી. રૂમમાં એસીમાં આગ લાગી ગઈ હતી. એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. પરંતુ વધારે પડતો ધુમાડો હોવાના કારણે રૂમમાં જવામાં ભારે મુશ્કેલી હતી. જેથી અંદર જતી વખતે સેફ્ટી માટે જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ગયાં હતાં. આગ પર કાબુ મેળવવામાં આવી હતી. સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ બની નહોતી.








