VIDEO : “સત્ય પર અસત્યની જીત!”, લીંબાયતમાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ ભાંગરો વાટ્યો
Vijayadashami 2024: સુરતના લિંબાયતમાં યોજાયેલા દશેરાના એક કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવ

Vijayadashami 2024: સુરતના લિંબાયતમાં યોજાયેલા દશેરાના એક કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણીએ ભાંગરો વાટ્યો હતો. દશેરાના ભાષણ દરમિયાન દક્ષેશ માવાણીની જીભ લપસી ગઈ હતી અને તેઓએ અસત્ય પર સત્યનો વિજયના બદલે સત્ય પર અસત્યનો વિજય થયો તેવું બોલ્યા હતાં. મેયર દ્વારા આ બફાટ બાદ તે પોતે પણ હસવા લાગ્યા હતાં. મેયરના આ બફાટથી ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતાં અને બાદમાં લોકોએ તેમની ઘણી ટીકા પણ કરી હતી. આ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ત્યાં પણ કોમેન્ટ કરી મેયરની ટીકા કરી રહ્યાં છે. જુઓ આ વિડીયો -




