VIDEO:સુરત એસીબીનો સપાટો, રજીસ્ટ્રાર સહકારી મંડળીના 3 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા
સુરતમાં રજીસ્ટ્રાર સહકારી મંડળીના કચેરીના ત્રણ અધિકારીઓ લાંચ લેતા ઝડપી પાડ્ય


સુરતમાં રજીસ્ટ્રાર સહકારી મંડળીના કચેરીના ત્રણ અધિકારીઓ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર, ઓડિટર ઘૂઘાભાઈ દુલા ગોહિલ, અને ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ વારીસ અહમદ શેખને 20 હજાર રૂપિયાની લાંચમાં ઝડપી પાડ્યા છે. ફરિયાદીએ સહકારી મંડળીની નોંધણી માટે અરજી કરી હતી. આ
અરજી સંદર્ભે તેમજ નોંધણી સંબંધિત પ્રમાણપત્ર માટે રૂપિયા 25 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.
સુરત એસીબીએ સપાટો બોલાવતા 3 સરકારી અધિકારીને કામ કરાવવા બદલ લાંચ લેતા ઝડપી પાડ્યા છે.જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ-3 ના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. તેમની સાથે સંડોવાયેલો આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પ્રમાણપત્ર આપવા બદલ ફરિયાદી પાસે રૂપિયા 25 હજાર માંગ્યા હતા. એ પછી 20 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જે બાદ એસીબીને ફરિયાદ કરતા આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યા છે.




