મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/  શ્વાનના ઝૂંડનો 7 વર્ષના બાળક પર હુમલો, શરીર પર 20થી વધુ બચકાં ભર્યા; હાલત ગંભીર

સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં એક મા

સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. એક હૃદય કંપાવી દેનારી ઘટનામાં સાતથી આઠ વર્ષના એક બાળક પર શ્વાનના ઝૂંડે હુમલો કર્યો હતો, જેના કારણે બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે.

બાળકને ખેંચી ગયા શ્વાનો

પ્રાપ્ત માહિતી અનુસાર, ચારથી પાંચ જેટલા શ્વાનોના ઝૂંડે બાળકને નિશાન બનાવ્યો હતો અને તેને ખેંચી ગયા હતા. શ્વાનોએ બાળકને આડેધડ બચકાં ભર્યા હતા. સિવિલ હોસ્પિટલના ડો. શીતલ કેરડીયાના જણાવ્યા મુજબ, બાળકને શરીર પર 20 જેટલા બચકાં ભરવામાં આવ્યા છે.

સૌથી વધુ ઇજાઓ બાળકને માથાના ભાગમાં થઈ છે, જ્યારે પગ અને શરીરના અન્ય ભાગોમાં પણ ઊંડા ઘા પડ્યા છે. શ્વાનોએ જે રીતે બાળકને બચકાં ભર્યા છે, તેને લઈને તેની હાલત ગંભીર છે. તાત્કાલિક સારવાર માટે બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે, જ્યાં હાલ તેની સર્જરી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો