જયંતી ભાનુશાલી હત્યાકેસમાં મોટા સમાચાર : જેલમાં બંધ આરોપી મનીષા ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આપ્યાં જામીન
Jayanti Bhanushali murder case : કચ્છના ચકચારી જયંતી ભાનુશાલી હત્યાકેસમાં મો

Jayanti Bhanushali murder case : કચ્છના ચકચારી જયંતી ભાનુશાલી હત્યાકેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં જેલમાં બંધ આરોપી મનીષા ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાં છે. 2019 માં ભૂજ પાસે સયાજી એક્સપ્રેસમાં ભાજપના અગ્રણી જયંતી ભાનુશાળીની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મનીષા 2019થી જેલમાં બંધ હતી.
2019માં ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છેલ્લા ઘણા સમયથી ભાગત ફરતા મુખ્ય સુત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ગુજરાત CID રેલ્વે ક્રાઈમની ટીમે 2019માં ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી.
જયંતી ભાનુશાળી ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે રેલ્વે કોચમાં જ બે શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામીની મિત્રતા પૈસાને કારણે દુશ્મનાવટમાં ફેરવાઈ ગઈ હતી.
બીજી તરફ જયંતી ભાનુશાળીના રાજકીય હરીફ અને અબડાસાના રહેવાસી છબીલ પટેલે મનીષા સાથે મળીને જયંતી ભાનુશાળીનો કાંટો કાઢી નાખવાનુ કાવતરૂ ઘડ્યુ હતુ. જેમાં મહારાષ્ટ્રના પૂણેથી ભાડૂતી હત્યારાઓ બોલાવીને જયંતી ભાનુશાળીની હત્યા કરી નાખવામાં આવી હતી.








