મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મગફળી અગ્નિકાંડ: ગુજકોમાસોલના ચીફ કિરણ પટેલ અને નાફેડના અભિષેક શર્મા સામે સમન્સ

સુરેન્દ્રનગરના મગફળી અગ્નિકાંડ મામલે વધુ કડક કાર્યવાહી થઈ રહી છે. ગુજકોમાસોલના ચીફ

મગફળી અગ્નિકાંડ: ગુજકોમાસોલના ચીફ કિરણ પટેલ અને નાફેડના અભિષેક શર્મા સામે સમન્સ

સુરેન્દ્રનગરના મગફળી અગ્નિકાંડ મામલે વધુ કડક કાર્યવાહી થઈ રહી છે. ગુજકોમાસોલના ચીફ કિરણ પટેલ અને નાફેડના અભિષેક શર્મા સામે સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે.વિરોધ પક્ષના આક્ષેપો પછી રાજ્ય સરકારની તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં એ નિરૂપણ કરવામાં આવ્યું હતું કે રાજસ્થાનથી મગફળી ઘુસાડી ગોડાઉનમાં મુકવામાં આવી હતી.

24 માર્ચ સુધીમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યા

આ મગફળી કયા ખેડૂતોના ગોડાઉનમાં હતી તેની સંપૂર્ણ માહિતી લેવામાં આવી રહી છે.ગુજકોમાસોલના ચીફ કિરણ પટેલ અને નાફેડના અભિષેક શર્માને 24 માર્ચ સુધીમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે.

50 હજાર કિલોથી વધુ માત્રામાં મગફળી બળીને ખાખ

બંનેની પૂછપરછ કરવામાં આવશે અને 17 મુદાઓ પર જવાબ માંગવામાં આવશે. એક અંદાજ મુજબ ગોડાઉનમાં લાગેલી આગના કારણે 50 હજાર કિલોથી વધુ માત્રામાં મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. જેના કારણે કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આ સમાચાર શેર કરો