ઉનાળામાં કેન્ડી તથા ગોલાના રસિયાઓ ચેતી જજો! જેતપુરમાં મોવિયા આઇસ્ક્રીમની કેન્ડીમાંથી ઈયળ નીકળી
ઉનાળાના સમયમાં કેન્ડી તેમજ ગોલાના ગ્રાહકો સાવધાન થઈ જજો. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગ્રાહકને શરીરમાં ઠંડક આપવાના બદલે ઝે

ઉનાળાના સમયમાં કેન્ડી તેમજ ગોલાના ગ્રાહકો સાવધાન થઈ જજો. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગ્રાહકને શરીરમાં ઠંડક આપવાના બદલે ઝેર પીરસાઈ રહ્યું છે. જેતપુરમાં મોવિયા આઇસ્ક્રીમના ફ્રેન્ચાઇઝી નામની દુકાનમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. જેમાં ગ્રાહકે કેન્ડી ખરીદતા તેમાંથી ઇયળ નીકળી હોવાનું સામે આવ્યું છે.
કેન્ડીમાંથી ઈયળ નિકળવાને મામલે ગ્રાહકે મોવિયા ફ્રેન્ચાઇઝી નામની આઇસ્ક્રીમ પાર્લર પર કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. આઇસ્ક્રીમ પાર્લરના માલિકે પણ સ્વીકાર્યું હતું કે ઈયળ નીકળી છે. માલિકે એવું કહ્યું કે નેશરલ વસ્તુ હોઈ અપવાદ રૂપ નીકળે. જેતપુર શહેરમાં તેમજ રાજ્યભરમાં ઠેકઠેકાણે આવી ખુલ્લી હાટડીઓ પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરવી જરૂરી બની છે.




