મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં યુવકનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખ્યા 12 લોકોના નામ

સુરેન્દ્રનગર શહેરમાં એક યુવકે આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરની મેડીકલ કો

સુરેન્દ્રનગરમાં યુવકનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખ્યા 12 લોકોના નામ

સુરેન્દ્રનગર શહેરમાં એક યુવકે આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.  શહેરની મેડીકલ કોલેજ પાછળ યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે અને આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં 12 લોકોના નામ લખ્યા હતા.

આ 12 લોકોમાં એક નામ યુવકે જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા એ યુવતીનું હતું અને અન્ય નામો યુવતી સાથે મળીને યુવકને હેરાન કરનારા લોકોના હતા. 

યુવકના પરિવારજનોએ માંગ કરી છે કે સ્યુસાઈડ નોટમાં લખેલા નામવાળા તમામને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. પરિવારજનોની હઠને કારણે પોલીસે તમામ 12 લોકોને ઝડપી  પાડવાની પ્રક્રિયા હાથ ધરી છે. 

ચોટીલામાં યુવકની હત્યા 

ચોટીલામાં  ઠાંગનાથ પાસેના કુવામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. મૃતક યુવક છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો. યુવકના માથાનાના ભાગે ગંભીર ઇજાના નિશાન હતા. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હત્યા નિપજાવી મૃતદેહને કુવામાં ફેકી પોલીસને ગેરમાર્ગે દોરવા હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો.  પૈસાની લેવડ-દેવડમાં યુવકની  હત્યા થઇ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો