ગુજરાતના આ ગામના રસ્તાઓ ચોમાસામાં પાણીમાં ગરક, વિદ્યાર્થીઓથી લઈને વડીલોને નદીમાં ચાલવું પડે છે જીવના જોખમે
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં હજુ ઘણા વિસ્તારમાં આજે પણ વ

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં હજુ ઘણા વિસ્તારમાં આજે પણ વિકાસ થયેલો જોવા મળતો નથી. આઝાદીના 78 વર્ષ વીતી ગયા છતાં પણ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ માટે પણ તકલીફોનો સામનો કરવો પડે છે. છોટાઉદેપુર તાલુકા અને મધ્યપ્રદેશ બન્ને રાજ્યોની સરહદે આવેલા બોકડીયા ગામની બોકડીયા ગામમાં જૂના પટેલ ફળિયા અને કનાસિયા ફળિયા વચ્ચે એક વળવાઈ કોતર આવેલી છે. આ કોતરમાંથી સામા કિનારે જવા માટે ગામ લોકોએ પાણીમાં ચાલીને જવું પડે છે. જ્યારે આજે રસ્તો પણ નથી કે બ્રિજ પણ બનાવેલો નથી. નાના બાળકોથી માંડી સર્વે ગામજનોએ આ વળવાઈ કોતર પાર કરીને સામા કિનારે જવું પડે છે. જે રોજિંદી સમસ્યા છે. ચોમાસા દરમિયાન આખો માણસ ડૂબી જાય એટલું પાણી આ નદીમાંથી જતું હોય તેવા સમયે પ્રાથમિક અને આરોગ્ય લક્ષી સેવાઓ તો દૂર બંને ફળિયા સંપર્ક વિહોણા બની જાય છે. જ્યારે દેશ આઝાદ થયો 78 વર્ષ વીતી ગયા છતાં પણ છેવાડાના ગામોનો વિકાસ પાણીમાં જોવા મળી રહ્યો છે. જ્યારે આદિવાસી પ્રજા વિકાસ ઝંખી રહી છે.
વાહનો ફસાય છે પાણીમાં
છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલું છોટાઉદેપુર તાલુકાનું બોકડીયા ગામમાં કુલ 4,000ની વસ્તી હોય જ્યારે કાકડપા, કોલ, બોકડીયા, અને રજૂવાંટ આમ કુલ ચાર ગામોની અંદાજે 10,000 જેટલી વસ્તી વસવાટ કરે છે. પરંતુ બોકડીયા ગામમાં જુના પટેલ ફળિયા અને નવા કનાશિયા ફળિયા તરફ જવું હોય તો બે ફળિયાની વચ્ચે આવેલ વળવાઈ કોતર પસાર કરીને પાણીમાં ચાલીને જવું પડે છે. મોટા વાહનો પણ પાણીમાં ફસાય જાય છે. જેને ધક્કો મારીને બહાર કાઢવા પડે છે. જ્યારે મોટરસાયકલ જેવા વાહનો પણ પાણીમાંથી લઈ ચાલકો મજબૂરી વસ પસાર થાય છે.
બાળકોના જીવ મૂકાય છે જોખમમાં
શિક્ષણ મેળવવા અર્થે નાના બાળકો પણ પાણીમાં ચાલીને શાળાએ જતા જોવા મળે છે. શુ આ વિકાસ છે? સરકારો આવે અને જાય સરપંચો તલાટીઓ બદલાઈ જાય જ્યારે વિકાસ માત્ર કાગળ પર હોય તેમ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે. જ્યારે ઘણા વિસ્તારોનું નિરીક્ષણ કરતા આજે પણ છોટાઉદેપુર જિલ્લો 20મી સદીમાં જીવતો હોય તેમ લાગે છે. શું પ્રજાની વર્ષો જૂની માંગણીઓ ધ્યાને લેવાશે કે કેમ તે પણ પ્રજામાં પ્રશ્ન બન્યો છે. વિકાસની વાતો વચ્ચે ભારે મોટા મોટા કાર્યક્રમો થતા જોવા મળી રહ્યા છે. પરંતુ શું કોઈ સરકારના અધિકારીઓ અને નેતાઓ બોકડીયા ગામની પ્રજાની વેદના સમજી શકે તેમ છે? તેઓ પ્રશ્ન લોકો કરી રહ્યા છે.
અંતિમક્રિયા માટે જોવી પડે છે રાહ
બોકડીયા ગામે રસ્તાનો અભાવ હોય બાળકો તથા શિક્ષકો શાળાએ જતા હોય જેમાં આરોગ્યની સેવા ખેતી મહિલાઓને સુવાવડ આવવાની હોય જેવી સમસ્યાઓને પહોંચી વળવા ગામ લોકો લાચાર બની જતા હોય છે. ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં ધસમસતા પાણી આવતા હોય નદી પસાર કરીને દર્દીને પણ મુખ્ય માર્ગ સુધી લઈ જઈ શકાતો નથી. જ્યારે ચોમાસા દરમિયાન કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને સ્મશાન સમાં કિનારે આવેલું હોય તેની અંતિમ ક્રિયા માટે પણ રાહ જોવાની ફરજ પડે છે. આ સમસ્યા બાબતે વારંવાર ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. કે સચોટ જવાબ મળ્યો નથી. તેમ ગામ લોકો જણાવી રહ્યા છે.








