મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

CMA ફાઉન્ડેશનના પરિણામ જાહેર, સુરતની વિદ્યાર્થિનીએ 336 માર્ક સાથે માર્યુ મેદાન

ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર 2024માં લેવાયેલી ફાઉન્ડેશન પરિક્ષાના પરિણામ જાહેર કરવામાં

CMA ફાઉન્ડેશનના પરિણામ જાહેર, સુરતની વિદ્યાર્થિનીએ 336 માર્ક સાથે માર્યુ મેદાન

ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર 2024માં લેવાયેલી ફાઉન્ડેશન પરિક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં દક્ષિણ ગુજરાત ચેપ્ટરના 423 વિદ્યાર્થીઓમાંથી 333 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જેથી ચેપ્ટરનું કુલ પરિણામ 79 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 8 ટકા વધુ આવ્યું છે. જ્યારે સુરતની મહિમા સંદીપ પાટિલે 400માંથી 336 માર્ક મેળવીને સમગ્ર શહેરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

આ પણ વાંચોઃ સુરત તંત્રની બલિહારી, મનપા કર્મચારી માટે 1.20 કરોડના ખર્ચે સ્વેટર તો ખરીદશે પણ કર્મીઓને મળશે ઉનાળામાં

રોજની પાંચ કલાક તૈયારી કરી

પ્રથમ ક્રમ મેળવનારી મહિમા સંદીપ પાટિલે કહ્યું કે, ધોરણ 12 કોમર્સ બાદ સીએમએ બ્રાંચમાં અભ્યાસ શરૂ કર્યો હતો. 12 કોમર્સમાં પણ 93 ટકા હતાં. ફાઉન્ડેશનની તૈયારીમાં રોજની 5 કલાકથી વધુ મહેનત કરતી હતી. જો કે, મને ચારેય વિષયમાંથી ગણિતનો વિષય હાર્ડ લાગતો હતો. જેથી તેને સોલ્વ કરવા માટે રોજના એસીક્યુ અને ઓનલાઈન અભ્યાસ પર વધારે ફોક્સ કર્યું હતું. જેથી આ સફળતા મળી છે. 

મીડિયમ ચેન્જ થતાં અઘરું લાગ્યું

મહિમાએ કહ્યું કે, હું મરાઠી મીડિયમમાં અભ્યાસ કરતી હતી. જો કે આ અભ્યાસક્રમ અંગ્રેજી સહિતના મીડિયમમાં હોવાથી મને થોડું અઘરું લાગ્યું હતુ. પ્રોપર માર્ગદર્શન અને રોજિંદી મહેનતના કારણે આ પરિણામ શક્ય બન્યું છે. પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળ્યો હતો. પિતા સંદીપભાઈ રોજે રોજ મોટિવેટ કરતાં હતાં. નાની બન્ને બહેનોને પણ હું અભ્યાસમાં મદદ કરતી હતી. મમ્મીનો પણ મોરલી સપોર્ટ મને અભ્યાસમાં પૂરતો મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો