મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જાહેર રસ્તા પર દોડતી વાનનો દરવાજો ખોલીને વિદ્યાર્થીનો સ્ટંટ, લોકોમાં ભયનો માહોલ

સુરતના અમરોલી વિસ્તારમાં સ્કૂલ વાનમાંથી બહાર લટકતા વિદ્યાર્થીનો વીડિયો સોશિયલ મીડિયામાં

સુરતના અમરોલી વિસ્તારમાં સ્કૂલ વાનમાંથી બહાર લટકતા વિદ્યાર્થીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રસ્તા પર દોડી રહેલા વાનમાં આ પ્રકારની મુસાફરી જોખમી દુર્ઘટનાનું કારણ બની શકે છે. ઈકો કારનો સાઈડ દરવાજો ખોલીને વિદ્યાર્થી બહાર લટકતો જોવા મળે છે, જ્યારે વાનમાં વિદ્યાર્થીઓ ખીચોખીચ બેસેલા જોવા મળે છે. આ દ્રશ્ય પાછળ આવતી કારના ચાલકે કેમેરામાં કેદ કરી લીધું હતું. આરોપી વિદ્યાર્થી K એન્ડ M પબ્લિક સ્કૂલનો હોવાની આશંકા છે, જ્યારે વાન ભરૂચ પાસિંગની છે. આ જોખમથી વાલીઓમાં ભયનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો