મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દિયોદરમાં પરીક્ષા આપી શાળાની બહાર નીકળતા વિદ્યાર્થી પર હુમલો, પોલીસે હુમલાખોરોને શોધવા શરૂ કરી તપાસ

બનાસકાંઠાના દિયોદરના સોની ગામે ધોરણ 12ના વિદ્યાર્થી પર હુમલો થયો છે. વિદ્યાર્થી બોર

બનાસકાંઠાના દિયોદરના સોની ગામે ધોરણ 12ના વિદ્યાર્થી પર હુમલો થયો છે. વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું પેપર લખીને શાળાની બહાર નીકળ્યો તે સમયે જ બે શખ્સોએ વિદ્યાર્થી પર છરીના ઘા ઝીંક્યા હતા.જેથી તેને દિયોદરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. દિયોદર તાલુકાના નેસડા ગામનો વિધાર્થી પરીક્ષા આપીને શાળાની બહાર નીકળતો જ હતો. તે સમયે બે શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. જો કે વિધાર્થી ઉપર હુમલો કરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તપાસ બાદ બહાર આવશે કે વિધાર્થી ઉપર હુમલો કેમ કરાયો?

આ સમાચાર શેર કરો