મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દરિયામાં ભારે પવન ફૂંકાતાં આજથી શરૂ થનારી માછીમારીની સિઝન સામે રોક, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

પોરબંદર જિલ્લામાં માછીમારીની નવી સીઝન એક ઓગસ્ટથી શરૂ થવાની હતી પરંતુ દરિયામાં ભારે પવન

દરિયામાં ભારે પવન ફૂંકાતાં આજથી શરૂ થનારી માછીમારીની સિઝન સામે રોક, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

પોરબંદર જિલ્લામાં માછીમારીની નવી સીઝન એક ઓગસ્ટથી શરૂ થવાની હતી પરંતુ દરિયામાં ભારે પવન ફૂંકાતો હોવાથી સાગરપુત્રોને ટોકન અપાયા નથી. 3 ઓગસ્ટ સુધી ટોકન ઇસ્યુ કરવામાં નહીં આવે.

પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે આપેલી માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લામાં 1 જૂન 2024થી 31 જુલાઇ 2024 સુધી તમામ યાંત્રિક બોટો, હોડીઓ દ્વારા આંતરદેશીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ, અમદાવાદના આધારિત પત્ર-2 અન્વયે વડી કચેરી ગાંધીનગર દ્વારા આધારિત પત્ર-3થી થયેલ સુચના મુજબ 3 ઓગસ્ટ 2024 સુધી ખરાબ હવામાન તથા દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલ છે.

 માછીમારોના જાનમાલને નુકસાન ન થાય તે હેતુથી 3 ઓગસ્ટ 2024 સુધી માછીમારી ટોકન આપવામાં નહીં આવે. પોરબંદર જિલ્લાના તમામ હોડી તથા બોટધારક માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો