સુરતમાં ભરનિંદરમાં સૂતેલા દંપત્તી પર ઘરમાં ઘુસી અજાણ્યાએ તિક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો
સુરતના ડીંડોલી વિસ્તારની ડ્રિમવિલા સોસાયટીમાં આજે મળસ્કે એક ઘરમાં ઘુસી અજાણ્યા

સુરતના ડીંડોલી વિસ્તારની ડ્રિમવિલા સોસાયટીમાં આજે મળસ્કે એક ઘરમાં ઘુસી અજાણ્યાએ દંપતી ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ દોડતી થઈ હતી.મળસ્કે 4.30 વાગ્યાની આસપાસ ઘૂસેલો અજાણ્યો લૂંટના ઈરાદે કે અન્ય કોઈ ઈરાદે આવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હુમલાનું કારણ અકબંધ
પ્રાથમિક વિગતો મુજબ સુરતના ડીંડોલી વિસ્તારની ડ્રિમવિલા સોસાયટીમાં હાલ નવા મકાનોનું બાંધકામ થઈ રહ્યું છે.આ મકાનોની સામેના એક મકાનમાં આજે મળસ્કે 4.30 વાગ્યે એક અજાણ્યો ઘુસ્યો હતો.તે સમયે ત્યાં રહેતું દંપતી જાગી જતા અજાણ્યાએ ચપ્પુ વડે તેમના ઉપર હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયો હતો.ગંભીર ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું હતું.બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ડીંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યો લૂંટના ઈરાદે કે અન્ય કોઈ ઈરાદે આવ્યો હતો તે અંગે તપાસ કરી રહી છે.
અજાણ્યા હુમલાખોરની તપાસ
પોલીસે કહ્યું કે,રણજીતભાઈ વિજયભાઈ મોદી અને તેમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદીનાઓ રાત્રે પોતાના બે બાળકી સાથે ઘરમાં સુતા હતા.દરમિયાન આજે મળસ્કે 4.30થી 5 વાગ્યાના સમયગાળા એક યુવક તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને તીક્ષણ હથિયાર વડે બન્ને ઉપર હુમલો કરી નાશી છૂટયો હતો.દંપતી ઉપર હુમલો કરનાર કોણ છે અને કયા કારણસર હુમલો કરવામાં આવ્યો છે, તે હાલમાં જાણવા નહિ મળ્યું છે. જોકે સીસીટીવી તેમજ હુમન રિસોર્સના આધારે તપાસ ચાલી રહી છે.








