મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મગરના આંસૂ, નવજાતને ચોરવાનું વિચિત્ર કારણ, ચાર સંતાનો બાદ પાંચમું મૃત અવતરતા મહિલાએ બીજાનું બાળક ઉઠાવ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરી થઈ હતી. જેનો ભેદ પોલીસે ગણતરીની કલાકમાં ઉકેલી બાળકનો કબ્જો લઈને

મગરના આંસૂ, નવજાતને ચોરવાનું વિચિત્ર કારણ, ચાર સંતાનો બાદ પાંચમું મૃત અવતરતા મહિલાએ બીજાનું બાળક ઉઠાવ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરી થઈ હતી. જેનો ભેદ પોલીસે ગણતરીની કલાકમાં ઉકેલી બાળકનો કબ્જો લઈને ચોરી કરનાર દંપત્તીને ઝડપી લીધા હતાં. બાળક ચોરી કરવાનું વિચિત્ર કારણ સામે આવ્યું હતું. 4 સંતાનોની માતાએ પાંચમું બાળક મૃત અવતરતાં બાળકની ચોરી કરી હતી. બાળક ચોરીનું વિચિત્ર કારણ સામે આવ્યું છે. જેમાં મહિલાનો પતિ વારંવાર મહિલાને ચોર.. ચોર કહેતા હોવાથી મહિલાએ બાળક ચોરી કરી હતી. બાળક ચોરી કરનાર મહિલા પણ ગર્ભવતી હતી જેને મૃત બાળક જન્મ્યું હતું. ચોરેલા બાળકને મહિલાએ સ્તનપાન પણ કરાવ્યું હતું.

નવજાત વિચિત્ર કારણ

ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરી થયાની માહિતી મળતાં જ અલગ અલગ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. જેમાં એક આધારકાર્ડ મળ્યું હતું. જેના આધારે એક લોકેશન મળ્યું હતું. જેમાં તપાસ કરતાં એક મહિલા મળી હતી. જેને 4 સંતાનો છે. એક દીકરો અને 3 દીકરી છે. તેણીને પાંચમી પ્રસૂતિ વખતે મૃત બાળક જન્મ્યું હતું. પતિ ચોર ચોર કહેતો હોવાથી બાળકને ચોર્યું હોવાનું તેણીએ સ્વીકાર્યું હતું. તેઓ મૂળ બિહારના વતની છે.

બાળકના પરિવારે ઉઠાવ્યા સવાલ

બાળકના કાકા વિકાસ શુકલાએ કહ્યું કે, મારી ભાભીને સિઝરથી ઓપરેશન થયું હતું. બાળકને ચોરી કરવામાં આવ્યું હતું. બ્લ્યૂ કલરની કોથળીમાં લઈ જવાયું હતું. અમને સિક્યુરિટીવાળા પૂછે છે. જ્યારે સિક્યુરિટીવાળા ચોરને સવાલ કરતાં નથી. જેથી સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે જ અમે પ્રશ્ન ઉઠાવીએ છીએ. અમે યુપીના હોવાથી અમારા પ્રશ્ન પણ પોલીસે ન સાંભળ્યા હોય તેવું અમારી સામે આવ્યું છે. સિવિલની સિક્યુરિટી એકદમ જીરો જ છે. ડોક્ટર પણ સમયસર આવતાં નથી તેવા ગંભીર આક્ષેપ તેમણે વધુમાં કર્યાં હતાં.

આ સમાચાર શેર કરો