સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો પૂર્વાયોજિત કાવતરૂ? 6 બાળકોએ આ રીતે આવીને માહોલ ડહોળ્યો
સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારા રાત્રે થયો હતો. આ પથ્થરમારાન

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારા રાત્રે થયો હતો. આ પથ્થરમારાની ઘટનાને લઈને બન્ને કોમના ટોળા સામ સામે આવી ગયા હતાં. જેથી રિક્ષાઓ સહિતના વાહનોમાં તોડફોડ પણ થઈ હતી. એપાર્ટમેન્ટમાંથી પણ પથ્થરમારો થયો હતો. ત્યારે આ અંગે પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, 28 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે ધાર્મિક લાગણી ડહોળનારને છોડવામાં આવશે નહી તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું. સાથે જ પોલીસ કમિશનરે કહ્યું કે, આ પથ્થરમારો કરનાર 6 બાળકો પોણો કિલોમીટર દૂરથી આવ્યા હતાં. હાલ કાવત્રું કોણે રચ્યું તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
28ની અટકાયત
ઘટના અંગે કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે પત્રકાર પરિષદે સંબોધતા પોલીસ કમિશનર અનુપમ સિહ ગેહલોતે કહ્યું કે, શ્રીજીના પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. કાર્યવાહી દરમ્યાન સંવેદનશીલ વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકો ટોળા વળ્યા હતા.ટોળાને વિખેરવા ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. કોબીંગ દરમ્યાન કુલ 28 લોકોને અટકાયત કરવામાં આવ્યા હતા.કમાંડ એન્ડ કન્ટ્રોલ રૂમથી અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ત્રણ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કોઈ પથ્થરબાજને છોડાશે નહીં
હર્ષ સંઘવીએ કહ્યું કે, આ સાથે સરકાર તરફથી પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ પર હુમલાની કલમો નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. લાલગેટ વિસ્તારમાં બે વાહનો સળગાવવામાં આવ્યા છે. જે ટોળા વિરૂદ્ધ પોલીસ તરફથી ગુન્હો દાખલ કરવામાં આવ્યા છે. તમામ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. છ જેટલી ટીમોમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ,એસઓજીની ટીમનો સમાવેશ થયો છે. એક ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અન્ય આરોપીઓ ને શોધી કાઢવા તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર વિસ્તારમાં હાલ સંપૂર્ણ શાંતિ છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ગત રોજ પોલીસ કંટ્રોલ રૂમને 13 જેટલા ફેલ કોલ આવ્યા હતા.જેની ખરાઈ કરવામાં આવી હતી. લોકોને અફવા પર ધ્યાન ન આપવા અપીલ છે. ભટકી ગયેલાને પરત લાવવા પ્રયત્ન કરાશે. પથ્થર ફેંકનાર કોઈપણ હોય તેને છોડાશે નહીં.
પથ્થરબાજ રિક્ષામાં આવ્યા હતા
પોલીસ કમિશનરે કહ્યું કે, જે સગીરો છે,તે ઘટનાથી પોણા એક કિલો મીટર દૂર રહે છે. મુસ્લિમ ગીચ વસ્તી વચ્ચે લોકો રહે છે. આ ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. સગીરોના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા છે. જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ચાલુ રિક્ષામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જે ઘટના પાછળ મુખ્ય કાવતરાખોર કૌણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ગત વર્ષે પણ પથ્થરમારાની ઘટના બની હતી. સગીરો પોતે સમજી શકતા નથી કે તેઓ ધાર્મિક લાગણી દુભાવી રહ્યા છે,જેની પાછળ કૌન છે તેની તપાસ કરાશે. ઘટના માં છ સગીર વયના બાળકો છે. જે 12 થી 13 વર્ષની ઉમરના છે. જે તમામ બાળકો અભ્યાસ કરે છે.
સુરક્ષા વધારી દેવાઈ
સુરતમાં ગણેશ પંડાલ પર બનેલી પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસ દ્વારા તમામ ગતિવિધિઓ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. 3 dcp,3 acp સહિત 200 થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે. સવારથી જ SRPની ટીમને પણ તૈનાત કરાઈ છે. તમામ વિસ્તાર માં પેટ્રોલિંગ શરૂ કરાયું છે. સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી બાઝ નજર રખાઈ રહી છે. એપાર્ટમેન્ટના ધાબા અને ગલીઓ- શેરીઓમાં એકત્ર થતાં ટોળા પર પોલીસની ચાંપતી નજર છે.ફરી કાંકરીચાળો ન થાય તેના પર પોલીસની સતત નજર છે.








