મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્રૂરતા: છ વર્ષના બાળકને 'નાનીએ ડામ, નાનાએ ફ્લશમાં માથું નાખ્યું' અને સાવકી માએ માર્યો માર

અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં છ વર્ષના બાળકને ઓરમાન માતા, નાના-નાનીએ ડામ દીધા અને ત્રાસ આપ્યાની ઘટના સામે આવી છે. શાહી

ક્રૂરતા: છ વર્ષના બાળકને 'નાનીએ ડામ, નાનાએ ફ્લશમાં માથું નાખ્યું' અને સાવકી માએ માર્યો માર

અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં છ વર્ષના બાળકને ઓરમાન માતા, નાના-નાનીએ ડામ દીધા અને ત્રાસ આપ્યાની ઘટના સામે આવી છે.  શાહીબાગમાં વસતા દાદા અશોકભાઈએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું કે તેમના પુત્ર (નિકુંજ)ના લગ્ન નિકોલમાં રહેતી યુવતિ સાથે થયો હતા, તેનાથી એક પુત્ર થયો હતો. વર્ષ 2021માં તેમના પુત્રે  તેની પત્નીને છૂટા છેડા આપ્યા હતા, તો બીજી તરફ સોલા સાયન્સ સીટીમાં રહેતી અન્ય યુવતી સાથે નિકુંજને પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રથમ પત્ની સાથે છુટા-છેડા પછી નિંકુજે પુત્રના ભરણપોષણ અને ઉછેરની જવાબદારી લીધી હતી.

છ વર્ષના બાળક સાથે ક્રૂરતા

નિંકુજ તેના પુત્રને તેની સાવકી માતાના ઘરે રહેવા લઈને આવ્યો હતો. ત્યાં તેની સાથે યુવતીના માતા-પિતા પણ રહેતા હતા.  17 ફેબ્રુઆરીના રોજ મારો પુત્ર, તેની પત્ની અને તેના સાસુ સસરા ઘરની બહાર પૌત્રને લઈને ઉભા હતા. તેની સાથે તેનો કપડાંનો થેલો અને સ્કૂલબેગ હતી. બસ તેના દાદી એટલું બોલ્યા કે જા તારા દાદાના ઘરે, આટલી વાત કરીને તે લોકો જતા રહ્યા.

રડતા રડતા કહ્યું નાનીએ ગરમ ગરમ ચિપયાથી ડામ દીધા

સવારે જ્યારે પૌત્રને નવડાવવા લઈ ગયા ત્યારે તેના દાદાએ જોયું કે તેના શરીરના ભાગે ઈજાના બે મોટા નિશાન હતા, જ્યારે તેના દાદાએ તેને પુછ્યું તો પૌત્ર (કવન) રડી પડ્યો અને કહ્યું નાનીએ ચિપિયાથી ડામ આપ્યા છે. પૌત્રે કહ્યું દાદી કોઈને કોઈ બહાને મને મારતા હતા, નવી મમ્મીએ પણ માર માર્યો અને નાનાએ ભણતો ન હોવાથી માથું ફ્લશમાં નાખ્યું હતું.

નાનાએ ફ્લશમાં માથું નાખી દીધું

આ સાંભણીને તેના દાદા ચોંકી ઉઠ્યા અને શાહિબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.  ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું કે છ વર્ષના બાળકના ડાબા કુલા પર અને સાથળના ભાગે બે-ચાર અઠવાડિયા પહેલા ગરમ પદાર્થથી ચામડી બળી ગયાંના ડાઘ હોવાનું સામે આવ્યું હતું.  

આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનથી અરજડી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અપાઈ હતી. ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્યોની હાજરીમાં કવનનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. કવનના દાદાએ તેના પિતા નિકુંજ, સાવકી મા આશ્લેષા, નાની કુંદન પટેલ, નાના મનસુખ પટેલ વિરુદ્ધ માર મારવાનો અને ડામ દેવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો