Dang news: એસટી બસની બ્રેક ફેઈલ થતાં ચાલકે કાબૂ ગુમાવ્યો, એક બાઈક્સવારનું મોત
સાપુતારાના માલેગામ પાસે નાસિકથી પાટણ આવી રહેલી એસટી બસની અચાનક બ્રેક ફેઈલ થઇ જતા બે બાઈક સ

સાપુતારાના માલેગામ પાસે નાસિકથી પાટણ આવી રહેલી એસટી બસની અચાનક બ્રેક ફેઈલ થઇ જતા બે બાઈક સવારોને ટક્કર લાગતા એકનું મોત નીપજ્યું હતું. મુસાફરો ભરેલી બસને ઉંડી ખીણમાં પડતી બચાવવા માટે ચાલકે બસને રસ્તાની સાઈડમાં ઝાડ સાથે અથડાવી દેતા સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
બસે બે બાઈક સવારોને અડફેટે લીધા
ડાંગ જિલ્લાના સાપુતારાના માલેગામ પાસે નેશનલ હાઈવે પર એસટી બસની બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો હતો. નાસિકથી પાટણ આવી રહેલી એસટી બસની અચાનક બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને બેકાબુ બનેલી બસે બે બાઈક સવારોને અડફેટે લીધા હતા, જેમાં એક બાઈક સવારનું મોત થયુ હતુ. 35 મુસાફરો ભરેલી બસને ઉંડી ખીણમાં પડતી બચાવવા માટે ચાલકે બસને રસ્તાની સાઈડમાં ઝાડ સાથે અથડાવી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.




