અમરેલીમાં એસટી બસ ડ્રાઈવરે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, મોટી જાનહાનિ ટળી
અમરેલી જિલ્લાના વડીયા નજીક એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. સુરત વડીયા બગસરા રૂટની એસટી બસ સુરત જતા ખાખ

અમરેલી જિલ્લાના વડીયા નજીક એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. સુરત વડીયા બગસરા રૂટની એસટી બસ સુરત જતા ખાખરીયા નજીક અકસ્માત સર્જાયો હતો. એસટી બસમાં 20થી વધારે પેસેન્જરો સવાર હતા. અકસ્માતમાં પેસેન્જરોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. વડીયા પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો : અમરેલીમાં દલિત યુવાનને ઢોર માર માર્યો, મહિલા પોલીસકર્મી આરોપી હોવાથી FIRમાં નામ નહિ
108 એમ્બ્યુલન્સ બે વડીયા અને એક અમરેલી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઈવરને વધુ ઇજા પહોંચતા પ્રથમ વડીયા બાદ જેતપુરમાં સારવાર અર્થે રીફર કરાયો. અન્ય ત્રણ લોકોને પણ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસ સાઈડમાં ખાળીયામાં ઉતરી ગઈ હતી જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો.




