Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Dalit youth beaten to death in Amrel by female police officer

અમરેલીમાં દલિત યુવાનને ઢોર માર માર્યો, મહિલા પોલીસકર્મી આરોપી હોવાથી FIRમાં નામ નહિ

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2024
લાઇવ ટીવીGoogle News
અમરેલીમાં દલિત યુવાનને ઢોર માર માર્યો, મહિલા પોલીસકર્મી આરોપી હોવાથી FIRમાં નામ નહિ

તાજેતરમાં જ એક મહિલા પોલીસ કર્મી સહિત કેટલાક લોકોએ એક દલિત યુવાનને ઢોર માર માર્યો હતો. જેને લઈને પીડિતના પરિવાર અને દલિત સમાજના અન્ય લોકોએ આ અંગે પોલીસ સ્ટેશનમાં FIR  નોંધાવી હતી પરંતુ તેમાં આરોપી મહિલા પોલીસ કર્મીનું નામ ન હોતા સમગ્ર મામલાનો ફોડ પડ્યો હતો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામમાં દલિત યુવકને 2 દિવસ પહેલા માર મારવામાં આવ્યો હતો. વિજય ખીમસુરીયા ઉપર કેટલાક લોકો દ્વારા હુમલો કરાતા યુવકને પગ અને હાથના ભાગે ગંભીર ઈજા પોહચી હતી.

App Store

બાબરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા ફરિયાદ નોંધાયા બાદ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વધુ કેટલાક આરોપીઓ હજુ પણ ફરાર છે તો તેમની ધરપકડ કરવા અને મહિલા પોલીસ કર્મીનું નામ FIRમાં સામેલ કરવા માંગ કરવામાં આવી હતી. દલિત સમાજના લોકો કલેકટર અને એસપીને આવેદન પત્ર આપી મહિલા પોલીસ કર્મીનું નામ એફઆઈઆરમાં નોંધવા માંગ કરી હતી. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, મારા મારીની ઘટનામાં પોલીસ કાર્યવાહી ચાલુ છે તેમજ બંને સમાજ વચ્ચે સમરસતા જાળવવા અપીલ કરી.