મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રમતગમતના મેદાનનો 'વેપાર' પડ્યો મોંઘો, ભાડાના વિવાદમાં ખેલાડીઓ રઝળ્યા

રમશે ગુજરાત, જીતશે ગુજરાતના દાવા વચ્ચે મહેસાણા મહાનગરપાલિકાનું એકમાત્ર રમતનું મ

તસવીર: gstv

રમશે ગુજરાત, જીતશે ગુજરાતના દાવા વચ્ચે મહેસાણા મહાનગરપાલિકાનું એકમાત્ર રમતનું મેદાન વિવાદમાં સપડાયું છે. પાલિકાએ સરદાર પટેલ સ્ટેડિયમ 'એરા માઉન્ટ એન્ટરપ્રાઇઝ' નામની એજન્સીને ૫ વર્ષ માટે ભાડે આપ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે છેલ્લા 15 માસથી 16 લાખ રૂપિયાનું ભાડું ન ચૂકવતા પાલિકાને મોટું આર્થિક નુકસાન થયું છે.આખરે પાલિકાએ કડક પગલાં લેતા એજન્સીની 12 લાખની ડિપોઝીટ જપ્ત કરીને સ્ટેડિયમનો કબજો પાછો મેળવી લીધો છે અને કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચેના આ આર્થિક જંગમાં સૌથી વધુ નુકસાન ખેલાડીઓને થયું છે, જેમને હવે પ્રેક્ટિસ માટે મેદાન મેળવવું મુશ્કેલ બન્યું છે.

આ સમાચાર શેર કરો