VIDEO: Suratમાં પૂરપાટ દોડતી કારે બાઈક સવારને લીધો અડફેટે, ઘટના સ્થળે જ યુવકનું મોત
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આજે એક માર્ગ અકસ્માત થયો હતો. જહાંગીરપુરા જલારામ કાઠિયાવાડી નજીક એક બાઈક સવારને પાછળ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આજે એક માર્ગ અકસ્માત થયો હતો. જહાંગીરપુરા જલારામ કાઠિયાવાડી નજીક એક બાઈક સવારને પાછળથી આવી રહેલી સ્કોર્પિયો કારે ટક્કર મારતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.ત્યારબાદ લોકો દોડી આવ્યા હતાં. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત અંગે જાણ થતાં જહાંગીરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કારચાલકને અટકાવીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસો શરૂ કર્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે રોડ પર ટ્રાફિક ઓછી હતી, છતાં કાર ચાલકે સ્પીડમાં કાબૂ ગુમાવતાં ટક્કર વાગી હોવાની શક્યતા છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરી છે.



