મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: ઓઢવ રિંગરોડ પર 'રફતારનો આતંક', અજાણ્યા વાહનની ટક્કરે એક્ટીવા ચાલકનું મોત

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બેફામ રફતારના કારણે એક ગંભીર અકસ્માત સર

Ahmedabad:  ઓઢવ રિંગરોડ પર 'રફતારનો આતંક', અજાણ્યા વાહનની ટક્કરે એક્ટીવા ચાલકનું મોત

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બેફામ રફતારના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના ઓઢવ રિંગરોડ ચાર રસ્તા બ્રિજ નીચે બની હતી. મળતી માહિતી મુજબ, અહીં એક એક્ટીવા ચાલકને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટીવા ચલાવી રહેલા ગોવિંદ પરમારને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પાછળ બેઠેલા વ્યક્તિને ઈજા

એક્ટીવાની પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિ, શૈલેષ પરમારને પણ ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આઈ-ટ્રાફિક પોલીસે આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કેસની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા વાહન ચાલકને પકડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો