મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લી જિલ્લામાં પોલીસ અને TRBના જવાનો માટે ટ્રાફિક વ્યવસ્થાને અસરકારક બનાવવા ખાસ તાલીમ યોજાઈ

ગુજરાતના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા

ગુજરાતના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોડાસા શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી અનેક વખતની રજૂઆત બાદ અરવલ્લી જિલ્લા પોલીસ અને એનજીઓના સંયુક્ત ઉપક્રમે આ તાલીમ યોજાઈ હતી.

ટ્રાફિક નિયમન, માર્ગ સુરક્ષા અને જનજાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

તાલીમ દરમિયાન જિલ્લા પોલીસના કર્મચારીઓ તેમજ ટીઆરબીના જવાનોને ટ્રાફિક નિયમન, માર્ગ સુરક્ષા અને જનજાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ માટે નિવૃત્ત પોલીસ અધિકારીઓની અનુભવી ટીમ જોડાઈ હતી.  

આ સમાચાર શેર કરો