VIDEO: મહેસાણામાં ડેન્ગ્યુ-મેલેરિયા અટકાવવા તંત્ર દ્વારા 8 જૂન સુધી ખાસ ડ્રાઇવ, કડક દંડની ચીમકી
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય


ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી ૮ જૂન સુધી કન્સ્ટ્રક્શન સાઇટ્સ, GIDC, વોટરપાર્ક અને ભંગારનાં ગોડાઉન જેવાં જોખમી સ્થળો પર ચેકિંગ હાથ ધરાશે. તપાસ દરમિયાન મચ્છરોના પોરા મળી આવશે તો નોટિસ આપવાની સાથે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ ૨૦૨૫માં તંત્ર દ્વારા ૨,૯૭૫ એકમોને નોટિસ આપીને રૂપિયા ૨.૪૧ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સાથે જ આરોગ્ય વિભાગે નાગરિકોને પણ પોતાના ઘર કે આસપાસ પાણી જમા ન થવા દેવા અપીલ કરી છે.



