મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બોગસ ડોક્ટર્સની ભરમાર, વધુ 2 જોલા છાપને મેડિકલ પ્રેક્ટિસ કરતાં દબોચી લેવાયા

વર્ષ 2024માં ગુજરાતભરમાં જ્યાં જુઓ ત્યાં નકલીની ભરમાર જોવા મળી હતી. તેમાં પણ સુરતમાં

સુરતમાં બોગસ ડોક્ટર્સની ભરમાર, વધુ 2 જોલા છાપને મેડિકલ પ્રેક્ટિસ કરતાં દબોચી લેવાયા

વર્ષ 2024માં ગુજરાતભરમાં જ્યાં જુઓ ત્યાં નકલીની ભરમાર જોવા મળી હતી. તેમાં પણ સુરતમાં નકલી ઘી, ઓફિસર, દવાઓથી લઈને ડોક્ટર સહિતના જંગી માત્રામાં ઝડપાયા હતાં. ત્યારે વર્ષના છેલ્લા દિવસે પણ 3 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે. જેથી ડુપ્લિકેટ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર અને બેફામ રીતે બોગસ મેડિકલ ડિગ્રીઓ વેચનાર રેશેષ ગુજરાતી સહિત 3 સામે ખટોદરા પોલીસમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગ્રાન્ડ મસ્તી ભલે કરો, એનિમલ બનીને કમઠાણ મચાવ્યુ તો ખેર નથી- સુરત પોલીસની થર્ટી ફર્સ્ટે ચીમકી

ત્રણ જોલા છાપ સામે વધુ એક ફરિયાદ

પાંડેસરા બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે જોલા છાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. ત્યારે પોલીસ તપાસમાં જોલા છાપ તબીબોના વધુ બોગસ ડોકટરોના નામો સામે આવ્યા હતાં. જેથી મુખ્ય આરોપી રશેષ ગુજરાતી સહિત ત્રણ લોકો વિરૂદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અન્ય ત્રણ જોલા છાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપતા ત્રણ જોલા છાપ તબીબો સામે પણ ગુનો નોંધાયો છે.

એલોપેથીની પ્રેક્ટિસ કરતાં

બોગસ મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથીની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. ખટોદરા પોલીસે આઝાદ નગર, ભટાર સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલ ક્લિનિકમાં છાપો મારી કાર્યવાહી કરી હતી. આઝાદ નગર ખાતે આવેલા વિનાયક ક્લિનિક, ભટારના બિલાલ મસ્જિદ પાસે આવેલ ચક્રવર્તી ક્લિનિક, અલથાણ રોડ પર આવેલા અરુણકુમાર પદ્માવ નાયક ક્લિનિક પર છાપો મારવામાં આવ્યો હતો. જેમાં યમુના પ્રસાદ સીતલાપ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક ડોક્ટર અરુણકુમાર પદ્માવ નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ ગુનો નોંધાયો છે. ઉપરાંત બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનારા ડોક્ટર બી કે રાવત, રશેષ ગુજરાતી અને ઈરફાન વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખટોદરા પોલીસે ત્રણ જોલા છાપ તબીબો પૈકી બેની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો