મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચાંદોદમાં નર્મદા નદીમાં માતાના અસ્થિ વિસર્જન કરતા પુત્ર નદીમાં ડૂબ્યો

વડોદરા જિલ્લાના ડાભોઈ તાલુકામાં આવેલા ચાંદોદમાં નર્મદા નદીમાં માતાના અસ્થિ વિસર્જન કરતા

ચાંદોદમાં નર્મદા નદીમાં માતાના અસ્થિ વિસર્જન કરતા પુત્ર નદીમાં ડૂબ્યો

વડોદરા જિલ્લાના ડાભોઈ તાલુકામાં આવેલા ચાંદોદમાં નર્મદા નદીમાં માતાના અસ્થિ વિસર્જન કરતા પુત્ર નદીમાં ડૂબ્યો હોવાની ઘટના ઘટી છે. 

વડોદરામાં આજવા રોડ પર રહેતા 60 વર્ષીય ધનસુખ નારણભાઈ સરવૈયા પરિવાર સાથે સ્વર્ગસ્થ માતા સવિતાબેન સરવૈયાના અસ્થિ વિસર્જન અર્થે યાત્રાધામ ચાંદોદ આવ્યાં હતા. વિધિ બાદ ચાંદોદના માળી કુંડલ ઘાટ પર નર્મદા નદીમાં અસ્થિનું વિસર્જન કરતી વેળા પગ લપસતા પાણીના વહેણમાં તણાઇને આધેડ લાપતા થયા હતા. 

ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ સહિત ડભોઇ ફાયર ફાયટરની ટીમે શોધખોળ હાથ ધરી છે. ચાંદોદ પોલીસે  ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો