Ahmedabad news: 'લગ્ન કેમ નથી કરાવતા' કહી પુત્રએ માતાની કરી ક્રૂર હત્યા
અમદાવાદ શહેરના સોલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન ન કરાવવા બાબતે પુત્રએ માતાનું ઢ

અમદાવાદ શહેરના સોલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન ન કરાવવા બાબતે પુત્રએ માતાનું ઢીમ ઢાળી દીધું છે. પુત્રએ માતાને મૂઢ માર મારતા તેણીનું ઘરમાં જ મોત થયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના સોલા વિસ્તારમાં આવેલા વર્ધમાન કૃપા ફ્લેટમાં પુત્રએ માતાની હત્યા કરી નાંખી છે. 'લગ્ન કેમ નથી કરાવતા' કહી વ્રજ કોન્ટ્રાકટર નામના 31 વર્ષીય પુત્રએ માતાને ઢોર માર માર્યો હતો. જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પારૂલબેન કોન્ટ્રાકટર નામના 55 વર્ષીય મહિલાનું ઘરમાં જ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.




