રાજકોટ: SOGની ટીમે દેશી તમંચા સાથે એકની કરી ધરપકડ, ગેરકાયદેસર હથિયાર લઈને ફરતો હતો શખ્સ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ગેરકાયદેસર હથિયારો સાથે શખ્સો ઝડપાઈ રહ્યા છે. બે દિવસ પહેલા સુરેન્દ્રનગરમાંથી

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ગેરકાયદેસર હથિયારો સાથે શખ્સો ઝડપાઈ રહ્યા છે. બે દિવસ પહેલા સુરેન્દ્રનગરમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો હતો. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાંથી પણ સામે આવી છે. રાજકોટમાંથી પણ એક શખ્સ દબોચાયો છે. દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો છે.
રાજકોટ એસ.ઓ.જીની ટીમે દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સની ધરપકડ કરી
રાજકોટ એસ.ઓ.જીની ટીમે દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. રુખડિયા પરા વિસ્તારમાંથી સદામ હાલા નામના શખ્સની ધરપકડ કરાઈ છે. આ શખ્સ શા માટે હથિયાર લઈને ફરતો હતો તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.




