મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR : પીરછલ્લા વિસ્તારમાંથી SOGએ પકડી પાડ્યું ગેરકાયદેસર હુક્કાબાર, એકની અટકાયત

Bhavnagar News : ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાંથી SOGએ ગેરકાયદેસર હુક્કાબાર પકડી પાડ્યું છે, જેમાં&nbs

BHAVNAGAR : પીરછલ્લા વિસ્તારમાંથી SOGએ પકડી પાડ્યું ગેરકાયદેસર હુક્કાબાર, એકની અટકાયત

Bhavnagar News : ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાંથી SOGએ ગેરકાયદેસર હુક્કાબાર પકડી પાડ્યું છે, જેમાં  રૂ.11450 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીને આધારે SOGએ ગેરકાયદેસર હુક્કાબાર પર રેડ કરી હતી. 

ભાવનગર SOGને માહિતી મળી હતી કે પીરછલ્લા વિસ્તારમાં ઇવા કોમ્પ્લેક્સમાં F-14 નંબરની દુકાનમાં ગેરકાયદેસર હુક્કાબાર ચાલી રહ્યું છે. બાતમીબે આધારે SOGએ આ જગ્યાએ રેડ કરતા શહેરના નવાપરા વિસ્તારમાં રેહતો  પરવેઝ નાઝીરભાઈ બુખારી નામનો શખ્સ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. આ રેડ દરમિયાન પોલીસે જુદી જુદી તમાકુની ફ્લેવર વગેરે સાથેનો આ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે : 

  • હુક્કાની ચિલમ તથા પાઇપ નંગ -2 કિં.રૂ.5000
  • હુક્કા નંગ-2 કિ.રૂ.4000
  • માટીની ચલમ કી.રૂ.100
  • હુક્કા પાઈપ નંગ -6 કિં.રૂ.1000
  • ઈલેક્ટ્રીક સગડી નંગ કિં.રૂ.1000
  • હુક્કા ફ્લેવર તથા કાળા ઝબલા

SOG પકડાયેલા શખ્સ પરવેઝ નાઝીરભાઈ બુખારી સામે સિગારેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનયમ અધિનિયમની કલમ 4(એ), 21(એ), 24 મુજબ ગુન્હો દાખલ કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનને  સોંપી દીધો હતો. 

આ સમાચાર શેર કરો