મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: SOGએ ચોટીલા હાઈવે પરની હોટલમાં પાડ્યા દરોડા, ડીઝલ ચોરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું

ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલી હ

ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલી હોટલોમાં પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ અને કેમિકલ ચોરીની ફરિયાદો બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

SOGએ ચોટીલા હાઈવે પરની શિવલહેરી હોટલના ગ્રાઉન્ડમાંથી ડીઝલ ચોરીનું એક મોટું રેકેટ ઝડપી પાડ્યું છે.ચોરી કરનારાઓ વાહનોમાં ગેરકાયદેસર ફ્યુઅલ પંપ લગાવીને જાણે કે પેટ્રોલ પંપ ચલાવતા હતા.

આ ટોળકી હોટલોમાં આવતા વાહનોમાંથી ડીઝલ કાઢીને બજારભાવથી 15-20 ઓછા ભાવે વેચતી હતી.SOG પોલીસે 100 લીટર ડીઝલ અને ગેરકાયદેસર ફ્યુઅલ પંપ સહિત કુલ 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય હોટલોની પણ તપાસ કરી કડક પગલાં લેવાનો આદેશ અપાયો છે.

આ સમાચાર શેર કરો