મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નડિયાદમાં 3 યુવાનના મોત પાછળ સોડાકાંડ કે કેમિકલકાંડ? માત્ર પાંચ મિનિટમાં જ તમામના મોત

નડિયાદના જવાહરનગરમાં ત્રણ વ્યક્તિના એક સાથે રવિવારે રાતે મોત થયા હતા. જે ઘટના

નડિયાદમાં 3 યુવાનના મોત પાછળ સોડાકાંડ કે કેમિકલકાંડ? માત્ર પાંચ મિનિટમાં જ તમામના મોત

 નડિયાદના જવાહરનગરમાં ત્રણ વ્યક્તિના એક સાથે રવિવારે રાતે મોત થયા હતા. જે ઘટનામાં મતકોના પરિવારે દેશી દારૂને જવાબદાર ઠેરવ્યો છે. ત્યારે સોમવારે વહેલી સવારે જિલ્લા પોલીસ અધિક્ષકે વિસેરાના રિપોર્ટની રાહ જોયા વગર જ ઉતાવળે મૃતકોના લોહીના સેમ્પલના રિપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ ન હોવાની સ્પષ્ટતા કરી અને સોડાના કારણે મૃત્યુ થયાનું રટણ શરૂ કર્યું છે.

મૃતકના પરિવારજનોનો લઠ્ઠાકાંડનો આરોપ

 દેશી દારૂના બંધાણી બનેલા કનુભાઈ ચૌહાણ, યોગેશ કુશવાહા અને રવિન્દ્ર રાઠોડનું ગતરોજ શંકાસ્પદ મૃત્યુ થયું અને આ મૃતકોના પરિવાર દ્વારા દેશી દારૂ પીધા બાદ મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો હતો. એટલુ જ નહીં, મૃતકો જ્યાં લથડિયા ખાઈને પડયાં ત્યાં ૨૦ મીટરના અંતરે જ દેશી દારૂનો અડ્ડો છે. મૃતકોના પરીજનોના જણાવ્યા મુજબ આ જ અડ્ડા પર તેઓ દારૂ પીતા હતા અને ગતરોજ અચાનક તેઓ નજીકમાં લથડી પડયા અને બાદમાં મૃત્યુ થયું છે. જેથી શહેરભરમાં લઠ્ઠાકાંડ ગુંજી ઉઠયો હતો. 

સોડા પીધા બાદ માત્ર પાંચ મિનિટમાં જ ત્રણેયના મોત

સોડા પીધા બાદ માત્ર પાંચ મિનિટમાં આ પ્રકારનું રિએક્શન આવવાથી કથિક સોડામાં ઝેરી દ્વવ્ય અંદર ભેળવ્યું હોય તેવી આશંકા પોલીસ તંત્રે કરી છે. તો બીજી તરફર મૃત્યુનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જણાશે તેવું સિવિલ પ્રશાસનના સીડીએમઓ કહી રહ્યા છે. જેથી પોલીસ અને સિવિલ પ્રશાસનની કામગીરીમાં વિસંગતતા જોવા મળી છે. ટાઉન પોલીસે ૨૪ કલાક બાદ પણ ફરિયાદ નોંધી નથી કે કોઈ આરોપીની ધરપકડ પણ કરી નથી. એકતરફ એસપીના જણાવ્યા મુજબ લોહીમાં દેશી દારૂનું પ્રણામ મળ્યું નથી, જો કે, સામા પક્ષે મૃતકોના પરીવારે દેશી દારૂ પીવાથી જ મૃત્યુ થયું હોવાનું વારંવાર જણાવી રહ્યા છે.

સોડાની ખાલી બોટલો જપ્ત

સોડાની ખાલી બોટલો જપ્તબંને વિભાગોની કામગીરી વચ્ચે આટલી બધી વિસંગતતા કેવી રીતે? તે અંગે તરેહ તરેહના પ્રશ્નો ઉભા થયા છે. આ તરફ ટાઉન પોલીસે ૩ના મોતના ૨૪ કલાક બાદ પણ કોઈ ફરિયાદ નોંધી નથી અને કોઈ પણ આરોપીની સત્તાવાર રીતે ધરપકડ કરી નથી. ૩ના મૃત્યુ વચ્ચે પોલીસે સોડાને જવાબદાર ઠેરવી છે. ત્યારે સ્થળ પરથી સોડાની ખાલી બોટલો જપ્ત કરી હોવાનું પોલીસ પ્રશાસને જણાવ્યું છે, પરંતુ સોડાનું એકપણ સેમ્પલ હજુ સુધી લેવાયું નથી.

આ સમાચાર શેર કરો