મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘ગુનો કર્યા બાદ કોઈ નાટક કરે તો સમાજ માફ ન કરે’- રૂપાલા વિવાદ પર શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહાર

પરશોત્તમ રૂપાલાના વિવાદને લઈ

‘ગુનો કર્યા બાદ કોઈ નાટક કરે તો સમાજ માફ ન કરે’- રૂપાલા વિવાદ પર શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહાર

પરશોત્તમ રૂપાલાના વિવાદને લઈ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ અને રૂપાલા પર પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલએ રૂપાલા માફી માંગવાનું નાટક કરતા હોવાની વાત જણાવી હતી .શક્તિસિંહ ગોહિલે વિવાદને લઈ કહ્યુ કે, ગુનો કર્યા બાદ જો કોઈ વ્યક્તિ નાટક કરે તો કોઈ પણ સમાજ માફ ન કરે.

શક્તિસિંહે આકરા પ્રહાર કરતા કહ્યું કે રૂપાલાએ માતા અને દિકરીઓની માફી માંગવાની જરૂર હતી. ગોંડલમાં રૂપાલાએ માફી માંગી હતી તે યોગ્ય નહોતી.

પરશોત્તમ રૂપાલાએ પ્રથમ જવાબદારી નિભાવીને માતા અને દિકરીઓની માફિ માગવાની જરૂર હતી.તેમજ વિરોધ વધે તે પહેલા જ ભાજપએ રૂપાલાને ચૂંટણી ન લડાવવાનો નિર્ણય લેવો જોઈએ.વધુમાં તેમણે જણાવ્યુ કે, ક્ષત્રિય સમ્મેલનમાં જનમેદની જોયા બાદ મુદ્દો હાઈકમાંડ સુધી પહોંચ્યો હોવાની વાત તેમણે જણાવી. તેમજ આ આંદોલન સ્વયંભૂ છે તેથી એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય તેથી શક્તિસિંહ ગોહિલએ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ચૂંટણી ન લડાવવાની સલાહ પણ આપી હતી.

આ સમાચાર શેર કરો