મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કમિશનરના જાહેરનામાના ઉડ્યા લીરેલીરા, સોશિયલ ઈન્ફ્લુએન્સર યુવતીએ અધરાતે જાહેરમાં ઉજવ્યો બર્થ ડે

સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુએન્સરનું સ્ટેટસ જાળવી રાખવા માટે લોકો અવનવા ગતકડાં કરતાં હોય છે. ત્યારે કાયદા

સુરતમાં કમિશનરના જાહેરનામાના ઉડ્યા લીરેલીરા, સોશિયલ ઈન્ફ્લુએન્સર યુવતીએ અધરાતે જાહેરમાં ઉજવ્યો બર્થ ડે

સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુએન્સરનું સ્ટેટસ જાળવી રાખવા માટે લોકો અવનવા ગતકડાં કરતાં હોય છે. ત્યારે કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકારતાં સુરતની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગણાવતી યુવતીએ પોતાના 30માં જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી હતી. જાહેરમાં ફટાકડા ફોડીને ફોર વ્હિલર વાહનના બોનેટ પર બેસીને કેક કાપી હતી. આ યુવતીએ જાહેરનામાનો ભંગ કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસને પડકાર ફેંક્યો છે.

જાહેરમાં કાયદાનો ભંગ

પોતાની જાતને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગણાવતી ઝીનલ દેસાઈએ પોતાના 30માં બર્થ ડેની ઉજવણી કરી હતી. કારના બોનેટ પર બેસીને કેક કાપી હતી. સાથે જ જાહેરમાં દિવાળીની આતશબાજી સમા ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. જાહેરમાં ફટાકડા ફોડવાની સાથે જનતાને ખલેલ પહોંચાડનારી આ યુવતી સામે કાયદાકીય કાર્યવાકી કરવાની લોકો માગ કરી રહ્યાં છે.

ડર્ટી થર્ટીના નામે ઉજવણી

ડર્ટી થર્ટીના નામે વીડિયો પોસ્ટ કરનારી ઝીનલ દેસાઈએ અડધી રાત્રે જાહેરમાં બર્થ ડેની ઉજવણી મિત્રો સાથે કરીને તોફાન મચાવ્યું હોય તે રીતનો વીડિયો વાયરલ થયો છે. જોકે, ઝીનલે કહ્યું કે, સિટીલાઈટ વિસ્તારમાં મારા ઘર સામે જ અમે ઉજવણી કરી હતી. ત્યારે અગાઉ આ પ્રકારની જાહેરમાં ઉજવણી કરનાર સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરીને તેમને કાયદાના પાઠ ભણાવતા જેલ ભેગા કરાયા હતાં. ત્યારે જાહેરમાં છાકટાં થઈને ઉજવણી કરનારી આ યુવતી અને તેના મળતિયાં સામે પોલીસ પગલાં ભરશે કે કેમ તેવા ઉઠ્યા સવાલ સોશિયલ મીડિયામાં ઉઠ્યાં છે.

આ સમાચાર શેર કરો