મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ફરી માસૂમ પીંખાઈ, રમતી બાળકીને ઉઠાવી જઈ રૂમમાં સંતોષી હવસ

સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીંખાઇ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામની એ

સુરતમાં ફરી માસૂમ પીંખાઈ, રમતી બાળકીને ઉઠાવી જઈ રૂમમાં સંતોષી હવસ

સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીંખાઇ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામની એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી. તે દરમિયાન એક હવસનો વરું આવ્યો હતો અને બાળકી પર નજર બગાડી બાળકી ને વહાલનું નાટક કરી બાળકીને ઊંચકી લીધી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં હનીટ્રેપ કરતી ટોળકી સક્રિય, વૃધ્ધને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા

બાળકી રડતાં રડતાં ઘરે આવી

એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતા બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું.પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તુરત કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા.ઘટનાને ગંભીરતાથી લઇને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસના જોડાઈ હતી.

હવસખોરની કાળી કરતૂત

વરેલી ગામના અલગ અલગ સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ એક શંકાસ્પદ ઇસમને ઝડપી લીધો હતો અને તેની હાલ કડક પૂછપરછ હાથ ધરી છે.45 વર્ષનો નરાધમ બાળકીને અડધો કી. મી દૂર પોતાની રૂમમાં લઈ ગયો અને ત્યાં પોતાની કાળી કરતૂત કરી હતી.ધોળા દિવસે બજારમાં ફરી રહેલા હવસના વરું ને લઇને હવે વાલીઓ પણ ભયમાં મુકાયા છે.પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.હાલ તો સ્થાનિકો પોતાના ઘરની બહાર પોતાના બાળકોને રમતા મૂકવા પણ ડરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો