મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મેઘરાજાએ વિરામ લેતા સુરતીઓના ચહેરા પર દેખાઈ સ્માઈલ, ખાડીઓના પૂર ઓસરવાનું થયુ શરૂ

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ સુરત પર કહેર વર્તાવ્યો હતો.ખાડીપૂરની સ્થિતિના કારણે અડધું સ

મેઘરાજાએ વિરામ લેતા સુરતીઓના ચહેરા પર દેખાઈ સ્માઈલ, ખાડીઓના પૂર ઓસરવાનું થયુ શરૂ

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ સુરત પર કહેર વર્તાવ્યો હતો.ખાડીપૂરની સ્થિતિના કારણે અડધું સુરત બાનમાં મૂકાઈ ગયું હતું. ખાડીપુરના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી લોકો પોતાના ઘરમાં કેદ અનુભવી રહ્યા હતા. આજે મેઘરાજાએ વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. જેના કારણે લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.

તંત્રએ કામગીરી ઉપાડી

મેઘરાજાએ વિરામ લેતા તંત્ર પણ રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે. સાથે જ સ્થિતિ વિકટ ન બની હોવાથી લોકોનું સ્થળાંતર પણ અટકાવી દેવામાં આવ્યું છે. સવારથી લોકો કામ ધંધે પણ નીકળી ગયા છે. ઘરવખરીના પલળી ગયેલા સામાન્ય પણ સુકવવામાં આવી રહ્યા છે.

બંધ રસ્તા ખુલવા લાગ્યા

ત્રણ દિવસ બાદ આજે વરસાદે વિરામ લીધો હોવાથી ખાડીઓના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. જેના કારણે બંધ થયેલા રસ્તાઓ ખુલવા લાગ્યા છે. વધુ વરસાદ ન આવે તો ધીમે ધીમે સ્થિતિ પૂર્વવત બને તેવું ઝડપથી બનશે તેવી આશા લોકો લગાવી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો