સુરતમાં પત્ની-પુત્રના હત્યારાનો ફરી આપઘાતનો પ્રયાસ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે તે અગાઉ કાચથી કાપ્યું ગળું
સુરતમાં સામૂહિક હત્યાના સનસનીખેજ આરોપી સ્મિત જીયાણીએ ફરી સૌ કોઈને દોડતાં કરી દીધા છે. 27મી ડિસેમ્બરે માતા-પિ

સુરતમાં સામૂહિક હત્યાના સનસનીખેજ આરોપી સ્મિત જીયાણીએ ફરી સૌ કોઈને દોડતાં કરી દીધા છે. 27મી ડિસેમ્બરે માતા-પિતા અને દીકરા-પત્નીના ગળાં કાપી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા-પિતા તો બચી ગયા પરંતુ દીકરા-પત્નીના મોત નીપજ્યાં હતાં. ત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સ્મિત જીયાણીએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે તે અગાઉ કાચથી પોતાનું જ ગળું કાપી ફરી આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસ કાફલો દોડતો થયો છે.
ટોયલેટમાં જઈ કાચથી આપઘાતનો પ્રયાસ
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ ધરપકડ કરશે તેવી જાણ થતા સ્મિત દ્વારા આજે ફરી એકવાર આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્મિતને છેલ્લા ચાર દિવસથી સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન આજે જવાનું કહ્યું હતું. જે દરમિયાન તેણે ટોઇલેટ લઈ જવાનું કહ્યું હતું. તેથી તેને પોલીસ કર્મીઓ ટોયલેટ સુધી લઈ ગયા હતા. બંને પોલીસ કર્મીઓ બહાર હતા ત્યારે સ્મિતે ટોયલેટમાં અંદર ઘૂસી પાળીના રહેલા કાચ વડે પોતાનું ગળું કાપી નાખ્યું હતું. આ અંગે જાણ થતા પોલીસ કર્મીઓ દ્વારા તાત્કાલિક તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
હોસ્પિટલમાંથી રજા મળે તે અગાઉ ઈજા
પત્ની અને પુત્રની હત્યાના આરોપી સ્મિત જીયાણીને છેલ્લા ચાર દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન સરથાણા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી નિવેદન નોંધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે સ્મિતની તબિયત સ્થિર હોવા છતાં પણ તે પોલીસની તપાસમાં સહકાર ન આપીને નાટક કરી રહ્યો છે. દરમિયાન આજે સ્મિતને ડોક્ટરો દ્વારા એકદમ સ્વસ્થ હોવાનું જણાવી ડિસ્ચાર્જ આપવાની શક્યતા હતી. આ અંગે સ્મિતને પણ જાણ થઈ ગઈ હતી.








