મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar news: જામનગર જિલ્લા ભાજપમાં રાજકીય ભૂંકપ, સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન અને 7 કોર્પોરેટર જોડાયા કોંગ્રેસમાં

જામનગર જિલ્લાની રાજનીતિમાં ગઈ કાલે એક મોટો રાજકીય ભૂંકપ સર્જાયો હતો.જામનગર તાલુકાના સિક્કા નગરપા

Jamnagar news: જામનગર જિલ્લા ભાજપમાં રાજકીય ભૂંકપ, સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન અને 7 કોર્પોરેટર જોડાયા કોંગ્રેસમાં

જામનગર જિલ્લાની રાજનીતિમાં ગઈ કાલે એક મોટો રાજકીય ભૂંકપ સર્જાયો હતો.જામનગર તાલુકાના સિક્કા નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન જુશબભાઈ બારૈયા તથા સાત કોર્પોરેટરોએ ભાજપનો ત્યાગ કરી કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ તમામ લોકોએ કોંગ્રેસના સિદ્ધાંતો, લોકો માટેના વિચાર અને સર્વસમાવેશક વિકાસના વિઝનથી પ્રેરાઈ આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે.

આ જોડાણથી જામનગર જિલ્લામાં કોંગ્રેસને નવી ઉર્જા અને બળ મળશે. કોંગ્રેસ આવનાર સમયમાં જામનગરમાં એક મજબૂત વિકલ્પ નહીં, પણ એક મુખ્ય પક્ષ તરીકે ઉભરશે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને જિલ્લા કક્ષાના નેતાઓએ આ જોડાણનું સ્વાગત કરતા જણાવ્યું કે આ ફક્ત રાજકીય પરિવર્તન નથી, પરંતુ લોકહિત અને વિકાસ ને સમર્પિત વિચાર ધારાનો વિજય છે.

આ સમાચાર શેર કરો