કોંગ્રેસ નેતાની રાહુલ ગાંધી માટે નોબેલની માંગ, ભાજપે કહ્યું 99 વખત ચૂંટણી હાર્યા બદલ મળે પુરસ્કાર

વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કારની જાહેરાત બાદ કોંગ્રેસે વેનેઝુએલાના મુખ્ય વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોની સરખામણી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે કરી. કોંગ્રેસના પ્રવક્તાએ સંકેત આપ્યો કે, જેમ માચાડોને તેમના દેશમાં લોકશાહી અધિકારો માટેના સંઘર્ષ માટે પુરસ્કાર મળ્યો છે, તેવી જ રીતે રાહુલ ગાંધી બંધારણને બચાવવા માટે લડી રહ્યા છે.
હકિકતમાં કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે શુક્રવારે એક પોસ્ટમાં મારિયા અને રાહુલ ગાંધી વચ્ચે ઘણી સમાનતાઓનો ઉલ્લેખ કર્યો. આનાથી ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાહુલ બાબાને 99 વખત ચૂંટણી હારવા બદલ નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.
કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે શું કહ્યું
કોંગ્રેસના એક પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સજેશનએક્સ પર રાહુલ ગાંધી અને મચાડોનો ફોટો શેર કરીને લખ્યું, "આ વખતે બંધારણનું રક્ષણ કરવા બદલ વેનેઝુએલાના વિપક્ષી નેતાને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ભારતના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દેશના બંધારણને બચાવવાની લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે." સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે બંને પોતપોતાના દેશોમાં લોકશાહીના આદર્શો માટે લડતા વિપક્ષી નેતા હતા. જોકે, પાર્ટીએ કોઈ સત્તાવાર માંગણી કરી નથી.
ભાજપે નિશાન સાધ્યું
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માંગણી કરતી સુરેન્દ્ર રાજપૂતની પોસ્ટ પર ભાજપે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. શહજાદ પૂનાવાલાએ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીની મારિયા કોરિના સાથે સરખામણીને વિચિત્ર ગણાવી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું, કોંગ્રેસ રાહુલ બાબા માટે નોબેલ પુરસ્કારની માંગ કરી રહી છે. જે વિચિત્ર છે. તેમના આ પુરષ્કાર, પાંખડ, જૂઠ્ઠાણા અને 99 વખત ચૂંટણી હારવા તેમજ 1975 અને 1984માં લોકશાહી-બંધારણની હત્યા માટે આ પુરસ્કાર મળવો જોઈએ. જો આ બાબતો માટે નોબેલ પુરસ્કાર હોત તો જરૂર તેમને આ પુરસ્કાર મળ્યો હોત.

