મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરઃ કૂવામાં પડી જતાં સગા ભાઈ બહેનનું મોત, રમતા સમયે બની આ ઘટના

સુરેન્દ્રનગરના ચુડામાંથી બે સગા ભાઈ બહેનના મોતના સમાચાર આવ્યા છે. વિજયનગર વિસ્તારમાં કૂવામાં પડી જતા બ

સુરેન્દ્રનગરઃ કૂવામાં પડી જતાં સગા ભાઈ બહેનનું મોત, રમતા સમયે બની આ ઘટના

સુરેન્દ્રનગરના ચુડામાંથી બે સગા ભાઈ બહેનના મોતના સમાચાર આવ્યા છે. વિજયનગર વિસ્તારમાં કૂવામાં પડી જતા બે સગા ભાઈ-બહેનના મોત  થયા છે. વિજયનગરમાં આવેલા ભાડિયા કુવામાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને ભાઈ બહેન ઘરની નજીક આવેલા કૂવા પાસે રમતા હતા. પરંતુ કેવી રીતે કૂવામાં પડ્યા તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી.  

જણાવી દઈએ કે, વિજયનગર વિસ્તારમાં સવારે ઘરેથી રમવા માટે બંને ભાઈ-બહેન નીકળ્યા હતા અને ત્યારબાદ કુવામાંથી કૃણાલ અને રોશની કાવેઠીયાના મૃતદેહ મળી આવ્યા હતા.  આ બનાવ બાદ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો