મતદાનના દિવસે આંગળી પર વોટ કર્યાનું ચિહ્ન દેખાડો, હોટલ બિલ અને દવામાં મેળવો આકર્ષક ઓફર
ગુજરાતમાં સામાન્ય રીતે મતદાનનું પ્રમાણ 65 ટકાથી પણ ઓ

ગુજરાતમાં સામાન્ય રીતે મતદાનનું પ્રમાણ 65 ટકાથી પણ ઓછુ હોય છે. મતદાન અંગે નીરસતા દૂર કરવા માટે હોટેલ એસોસિયેશન અને સ્ટેટ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન આગળ આવ્યા છે. નાગરિકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશથી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે દવાના બિલ પર 7થી 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
દવાના બિલ પર 7થી 10 ટકાનું ડિસ્કાઉન્ટ
આ ઉપરાંમત વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી આપી છે, બીજી તરફ ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે ભોજનમાં 7થી10% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
હોટલના ભોજનમાં મળશે ખાસ ઓફર
વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનાવી ખાતરી પણ આપી છે. આમ ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.






