સમૃદ્ધ ગુજરાતનો દેખાડો: અંત્યોદય કાર્ડની સંખ્યામાં 33 હજારો ઘટાડો, 35 કિલો મફત અનાજ લેનારાં ઘટ્યાં
અત્યાર સુધી હજારો કીલો મફત અનાજ વિતરણ કરી ભાજપ સરકારે વાહવાહી મેળવી લીઘી. જ્યાર

અત્યાર સુધી હજારો કીલો મફત અનાજ વિતરણ કરી ભાજપ સરકારે વાહવાહી મેળવી લીઘી. જ્યારે કેન્દ્ર સરકારે જ પોલ ખોલી છે કે ગુજરાતની અડધો અડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે, ત્યારે રાજ્ય અન્ન પુરવઠા વિભાગે 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ રદ કરવા કવાયત શરૂ કરી છે. સામાન્ય રીતે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને અત્યોદય કાર્ડ હેઠળ 35 કિલો ઘઉં, ચોખા સહિત અન્ય અનાજ વિના મુલ્યે આપવામાં આવે છે. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયના એક રિપોર્ટ મુજબ વર્ષ 2021માં 8.10 લાખ અત્યોદય કાર્ડ હેઠળ ગરીબ પરિવારોને વિનમુલ્યે અનાજ આપવામાં આવતું હતું.
2025માં વિનામુલ્યો અનાજ લેનારા ધારકોની સંખ્યા 7.77 લાખ પર પહોંચી
જ્યારે વર્ષ 2025માં વિનામુલ્યો અનાજ લેનારા ધારકોની સંખ્યા 7.77 લાખ પર પહોંચી છે. છેલ્લા પાંચ વર્ષમાં અંત્યોદય કાર્ડ ધારકોની સંખ્યામાં 33 હજારનો નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે એક તરફ ગુજરાતમાં ગામડાઓમાં ગરીબ પરિવારોની સંથ્યા 75.35 લાખ છે, જ્યારે શહેરી વિસ્તારોમાં 26.88 લાખ ગરીબ પરિવારો છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં વિકાસના ગાણાં ગવાઈ રહ્યા છે.
છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 1359 ગરીબ પરિવારોનો વધારો થયો
ત્યારે ગરીબીનું બિહામણુ ચિત્ર ઉપસ્યું છે. ગરીબ પરિવારોની સંખ્યા વધી રહી છે, ત્યારે 35 કિલો અનાજ લેનારાં ઘટી રહ્યાં છે, તે વાત ગળે ઉતરે તેમ નથી. અત્યારે તો રાજ્ય સરકાર વિકસીત ગુજરાતમાં ગરીબી દૂર થઈ છે, ગરીબોની સંખ્યા ઘટી છે તે પ્રસ્થાપિત કરવા ધમપછાડાં કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.
ગરીબી દૂર કરવામાં સરકારને સફળતા મળી શકી નથી
વાસ્તવમાં ખુદ રાજ્ય સરકારે જ વિધાનસભામાં કબૂલ્યું છે કે છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 1359 ગરીબ પરિવારોનો વધારો થયો છે. રાજ્યમાં પંચમહાલ, જૂનાગઢ, દાહોદ, બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠામાં ગરીબ પરિવારોની સંખ્યા વધુ છે. સરકાર ભેલ ડીંગો હાંકે અને આંકડાની માયાજાળ રચે પણ કડવી વાસ્તવિક્તા એ છે કે ગુજરાતમાં ગરીબી દુર કરવામાં સરકારને સફળતા મળી શકી નથી.






